LOKSABHA GENERAL ELECTION - 2024 (Gujarat State)
કાયદો અને વ્યવસ્થાના ઓનલાઈન દૈનિક રીપોર્ટ માટે સુચનાઓ/માર્ગદર્ગન.
- સૌ પ્રથમ વેબ બ્રાઉઝર (ગૂગલ ક્રોમ/મોઝીલા ફાયર ફોક્ષ વગેરે)માં www.2024.gper.in ટાઇપ કરી એન્ટર કરો.
- ઉપરોક્ત પ્રક્રિયા કરવાથી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે તૈયાર કરેલ વેબ પોર્ટલ ખૂલી જશે. ડિસ્ટ્રીક્ટ લોગઇનના ટેબમાં ૪૦ શહેર/જિલ્લાના નામ આપેલા છે તેમાંથી સંબંધિત શહેર/જિલ્લાના નામ પર ક્લિક કરવાથી લોગઇનનું પેજ ખૂલશે. જેમાં પાસવર્ડના ખાનામાં અત્રેની કચેરી ખાતેથી ફાળવવામાં આવેલ પાસવર્ડ થકી લોગઇન કરવાનું રહેશે. (દરેક શહેર/જિલ્લાએ પોતાના પાસવર્ડની ગુપ્તતા જાળવવી.)
- પ્રથમ વાર લોગઇન કરવાથી Enter the Name of Nodal/Gazetted Officer who checked the Today's Report આવશે, જયાં એન્ટ્રી કરનારે પોતાનું નામ, હોદ્દો અને મોબાઇલ નંબર લખવો. ત્યાર બાદ જ પોતાના શહેર/જિલ્લાનું ડેશબોર્ડ દેખાશે, તેમાં અલગ-અલગ એન્ટ્રી ફોર્મનું લીસ્ટ હશે.
- ડિસ્ટ્રીક્ટ પ્રોફાઈલ સેક્શનમાં સંબંધિત શહેર/જિલ્લાની વિવિધ જાણકારી ભરવાની છે. આ એન્ટ્રી ફક્ત એક જ વાર કરવાની છે. પ્રોફાઈલમાં સુધારા માટે અત્રેની કચેરીને જાણ કરવાની રહેશે.
District Profiles
- ફક્ત પ્રથમ દિવસે પ્રોફાઇલમાં એક જ વાર માહિતી ભરવી.
- No of Total Licensed Arms
- Sensitivity
- No of Hamlets identified as Vulnerable
- No of persons identified as probable source of trouble
(ઉક્ત નં.(3) અને (4) ની માહિતી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી ખાતે ફાઇનલ થયેલ હોય તે જ લખવાની રહેશે.)
- ત્યાર પછીનું સેક્શન ડેઇલી એન્ટ્રીનું છે. જેમાં ૧૪ ફોર્મ્સ આપેલા છે. જેમાં નિર્ધારિત ક્રમમાં જ એન્ટ્રી કરવાની રહેશે. આ માહિતી રોજેરોજની હોવાને કારણે તેમાં સમયસીમા નિર્ધારિત રહેશે. સમય સમાપ્ત થયા પછી આ ફોર્મની એન્ટ્રી બંધ થઇ જશે અને ત્યારબાદ તે તારીખની માહિતી ભરી શકાશે નહિં.
- દરેક ફોર્મના નામ – નંબરની વિગત નીચે મુજબ છે.
- Performa – A (Action Under CrPC During Election)
આ ફોર્મમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન CrPC ૧૦૭/૧૧૬, ૧૦૮, ૧૦૯, ૧૧૦ અને ૧૫૧ હેઠળ થયેલ કેસો અને આરોપી/વ્યક્તિઓના આંકડાની વિગત ભરવાની છે. જો કોઇ માહિતી ના હોય તો ત્યાં 0 (શૂન્ય) ભરવું. કોઇપણ ખાનું ખાલી રાખવું નહીં. “Nil”, “No”, “-” કે અન્ય કોઇપણ જાતની નિશાની કરવી નહિ.
- Performa – B (Externment/PASA/Prohi-93)
આ ફોર્મમાં તડીપાર, પાસા, પ્રોહી-૯૩, NSA/PITNDPSને લગતી વિગતો ભરવી.
- Performa – C (Atrocities)
આ ફોર્મમાં એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતા તમામ ગુનાઓની ફક્ત સંખ્યા જ ભરવાની છે. વિગતવાર માહિતી ફોર્મ (૧૪) માં અંગ્રેજી ભાષામાં ભરવી.
આ ફોર્મમાં આપના શહેર/જિલ્લાના પરવાનાવાળા હથિયારોની કુલ સંખ્યાની વિગત ભરવી. રોજેરોજ જમા, જપ્ત, રદ તથા મુક્તિ આપવામાં આવેલ હથિયારોની આંકડાકીય વિગત ભરવી.
કુલ હથિયારોની વિગત શહેર/જિલ્લાની પ્રોફાઇલમાં લખેલ રહેશે. રીપોર્ટીંગ શરૂ થયા અગાઉ સંબંધિત શહેર/જિલ્લાના પરવાનાવાળા હથિયારોની માહિતી એકત્રિત કરી લેવાની રહેશે. રીપોર્ટીંગના પ્રથમ દિવસે આ માહિતીની એન્ટ્રી કર્યા બાદ તેમાં ફેરફાર કરી શકાશે નહિ.
- Seizure of Unlicensed Arms & Weapons
આ ફોર્મમાં પરવાના વગરના હથિયારો પકડાયેલ હોય તો તેની સંખ્યા ભરવી.
- Arms – હથિયારોની સંખ્યા લખવી.
- Explosives (kg) – વિસ્ફોટક પદાર્થ જે પાવડર ફોર્મેટમાં હોય છે. કિ.ગ્રા. ના દરમાં લખવી.
- Cartridge – કારતૂસની સંખ્યા લખવી.
- Bombs – બોમ્બની સંખ્યા લખવી.
- No. of illicit Arms manufacturing centers raided and seizures made if any – જપ્ત કરાયેલા ગેરકાયદેસર હથિયાર ઉત્પાદન કરતા કેન્દ્રોની સંખ્યા લખવી.
- Seizure of illegal liquor and cash
આ ફોર્મમાં ગેરકાયદેસર દારૂ અને રોકડ (કેશ) જપ્ત કરવામાં આવી હોય તેની રોજેરોજની વિગત ભરવી.
- Country Liquor – દેશી દારૂ લિટરમાં દર્શાવવો.
- Country Liquor Price (In Rs.) – દેશી દારૂની કિંમત દર્શાવવી.
- IMFL Bottle – વિદેશી દારૂ બોટલની સંખ્યામાં દર્શાવવી.
- IMFL Price (In Rs.) – વિદેશી દારૂની બોટલની કિંમત દર્શાવવી.
- Cash – રોકડ રકમ દર્શાવવી.
- Vehicle Price (In Rs.) – જમા લીધેલ વાહનની કિંમત દર્શાવવી.
- Other Price (In Rs.) – અન્ય કોઇ ચીજવસ્તુ જમા લીધેલ હોય તો તેની કિંમત દર્શાવવી.
- Execution of Non-bailabale Warrants
આ ફોર્મમાં બજવણી અર્થે મળતા બિન-જામીનપાત્ર વોરંટની રોજેરોજની વિગત ભરવી.
- Pending as on Today – આગળના દિવસના પડતર વોરંટની સંખ્યા.
- Newly issued – આજરોજ નવા મળેલ વોરંટની સંખ્યા.
- Executed as on Today – આજરોજ બજાવવામાં આવેલ વોરંટની સંખ્યા.
- Returned to Court Un-Executed as on Today – આજરોજ વગર બજેલ વોરંટની સંખ્યા.
- Pending – સદર સંખ્યા આપમેળે આવી જશે.
નોંધ – આજરોજના પેન્ડિંગ વોરંટની સંખ્યા આવતીકાલે પ્રથમ ખાનામાં (Pending as on Today) માં આપમેળે આવી જશે.
આ ફોર્મમાં કોલમ વાઇઝની કરેલ કાર્યવાહીની આંકડાકીય વિગત ભરવી.
નોંધ – No of Hamlets identified as Vulnerable તથા No of persons identified as probable source
of trouble ની માહિતી મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી ખાતે ફાઇનલ થયેલ હોય તે જ લખવાની રહેશે. જ્યાં સુધી એ આંકડો પ્રાપ્ત ન થાય ત્યાં સુધી 0 (શૂન્ય) રહેશે.
આ ફોર્મમાં સબંધિત શહેર/જિલ્લામાં રોજેરોજ થયેલી નાકાબંધીની વિગત સંખ્યામાં ભરવી. (જે તે દિવસે જેટલા નાકા કાર્યરત હોય તે સંખ્યા ભરવી)
અહીં નાકાની સંખ્યાને Inter State અને Intra State માં વિભાજીત કરવામાં આવેલ છે. જેની નોંધ લેવી અને તે પ્રમાણે આંકડાકીય વિગત ભરવી.
આ ફોર્મમાં ફ્લાઇંગ સ્ક્વોડની વિગત ભરવી. (જે તે દિવસે જેટલા ફ્લાઇંગ સ્ક્વોડ કાર્યરત હોય તે સંખ્યા ભરવી) ફ્લાઇંગ સ્ક્વોડની સંખ્યાને FST, SST અને QRT માં વિભાજીત કરવામાં આવેલ છે. તેથી તે પ્રમાણે માહિતી ભરવી.
ઉપરના બધા જ ફોર્મ્સ ફરજીયાત ભરવાના રહેશે.
- LOR FORM -1 PART II A & B
આ ફોર્મમાં ચૂંટણીને લગતા કોઇ હિંસાત્મક અને મોટા બનાવ બનેલ હોય તો તેની જ માહિતી ભરવી. આપના શહેર/જિલ્લામાં જો કોઇ બનાવ બનેલ ન હોય તો આ ફોર્મ ભરવું નહિ.
એક કરતાં વધુ બનાવ બનેલ હોય તો જેટલા બનાવ બનેલ હોય એટલી વાર આ ફોર્મ ભરવું. (દરેક બનાવ દીઠ અલગ-અલગ ફોર્મ ભરવું.) આ ફોર્મમાં ૫ નંબરમાં ફીલ્ડને ત્રણ ભાગમાં વહેંચેલ છે. જેમાં Police Station ના કોલમમાં ફક્ત પોલીસ સ્ટેશનનું નામ લખવું. Cr. No. & Sections ના કોલમમાં ગુના રજી. નંબર તથા કલમો લખવી).
ઉપરના બધા ફોર્મ્સમાં એન્ટ્રી થઇ ગયા પછી આ ફોર્મમાં એન્ટ્રી કરવી. આ ફોર્મમાં એન્ટ્રી કરતાં સમયે બધા ફિલ્ડમાં આંકડા ભરેલા જ હશે. અહિં દરેક એન્ટ્રી એકવાર ચકાસવી અને ખાતરી કરી લેવી કે દરેક સંખ્યા સાચી લખેલી છે કે નહિ. જો કોઇ સંખ્યા ખોટી જણાય તો તે ફોર્મમાં જઇ Edit બટન દબાવવું અને તે આંકડા સુધારી ફરી ૧૨ નંબરના ફોર્મમાં જઇ ચકાસણી કરવી.
- આ ફોર્મમાં બધા ફિલ્ડમાં સંખ્યા લખેલી હશે. ત્યારબાદ ફોર્મ સબમીટ કરવું. એકવાર સબમીટ કર્યા પછી બીજા કોઇપણ ફોર્મની વિગત બદલી શકાશે નહિ.
- લોકસભા સામાન્ય ચૂંટણી-2024 દરમ્યાન નોંધાયેલ ચૂંટણીલક્ષી ગુનાઓની વિગત
આ ફોર્મમાં ચૂંટણીલક્ષી નોંધાતા તમામ ગુના (એન.સી. સહિત) ની માહિતી ગુજરાતી ભાષામાં ભરવાની રહેશે. LOR FORM માં (ડી.આર.)માં જે બનાવ આવરી લીધેલ હોય તે બનાવની વિગત પણ ગુજરાતીના ૧૧ કોલમના પત્રકમાં ભરવાની રહેશે.
આ ફોર્મમાં એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતા તમામ ગુનાની વિગત અંગ્રેજીમાં ભરવાની રહેશે. ફોર્મ નં.૩ માં ભરેલ સંખ્યા જેટલા બનાવની વિગત અહીં પણ ભરેલી હોવી જરૂરી છે.
તમામ ફોર્મ્સ ભરીને સબમીટ કર્યા બાદ જો કોઇ ભૂલ જણાય અને તેમાં સુધારો કરવાનો થતો હોય તો ‘Change Request’ માં ક્લીક કરી આ ફોર્મ ભરવું. (ભૂલ બાબતે સ્પષ્ટ વિગત ભરવી)
- દરેક ફોર્મ્સ ભર્યા બાદ Daily District Reports પર ક્લિક કરી તમામ રીપોર્ટની પ્રિન્ટ મેળવી તેની નીચે સંબંધિત અધિકારીશ્રીના સહી-સિક્કા મેળવી, સ્કેન કરી jmbranch-ib@gujarat.gov.in પર ઇ-મેઇલ મોકલી આપવાનો રહેશે.
Importance Phone Numbers
- ઇન્ટેલિજન્સની ‘એમ’ શાખા (ચૂંટણી સેલ)નો ટેલિફોન નંબર – ૦૭૯ ૨૩૨૫૪૨૪૨ / ૫૭૨૪૨
- ઇ-મેઇલ :- jmbranch-ib@gujarat.gov.in
- શ્રી અભિજીત દવે (ટેકનિકલ પર્સન) :- મો.નં. ૯૦૯૯૩૫૩૬૦૦